
રિપોર્ટર- પ્રકાશ ડામોર
(Kotdatimes.com)
28/11/2020
બનાસકાંઠાના જિલ્લાના પોલીસ D.y.S.P અને અંબાજી પી.એસ આઇ તેમજ હડાદ પોલીસ સ્ટાફ સાથે હડાદ ખાતે આજ સાંજનાં અંદાજે 6 વાગે પોલીસ વાહન દ્વારા જાહેર સૂચના આપવામાં આવી કે તમામ લોકોને માસ્ક ફરજીયાત પહેરવું. અને સોશ્યલ ડીસ્ટન નું પાલન કરવું. નિયમનો ભંગ કરનારને દંડ વસૂલ કરવામાં આવશે. અને વધુ વિગતમાં જણાવવાનું કે જાહેર સરકારના આદેશ મુજબ સરકારી નિયમ નો ભંગ કરશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તમામ જવાબદારી આપની રહેશે તેવું જણાવ્યું હતું. દરેક દુકાનદારોને માસ્ક પહેરીને વેપાર કરવો અને ગ્રાહકને પણ માસ્ક પહેરીને આવે તેને વેપાર આપવો નહિતર આપના વિરુદ્ધમાં નિયમભંગ ની કાર્યવાહી કરવામાં આવશે.