હિંમતનગરનો યુવાન પ્રતિભાશાળી કલાકાર ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ફાઇનલ સ્પર્ધામાં કલકત્તાથી બન્યો વિજેતા

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
14/12/2020

ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ટેલન્ટ હંટ-સર્ચ ફોર સ્ટાર નામની કોમ્પીટીશન યોજવામાં આવી હતી.આ કોમ્પીટીશનમાં અગાઉ હિંમતનગરના યુવાન પ્રતિભાવશાળી કલાકાર રાજન વ્યાસે ઍક્ટિંગનો ઓનલાઇન વિડિયો મોકલાવી ભાગ લીધો હતો.જેમાં આ કલાકારની ફાઇનલ માટે પસંદગી કરવામાં આવી હતી.ફાઇનલ સ્પર્ધા તાજેતરમાં તારીખ-13/12/2020 ના રોજ કલકત્તા ખાતેથી ઓનલાઇન યોજાઇ હતી.આ ફાઇનલ સ્પર્ધામાં કુલ-6 જજ સામે રાજન વ્યાસે ઓનલાઇન પરફોર્મન્સ આપ્યું હતું.

ફાઇનલમાં જુદા-જુદા રાજ્યના કુલ 12 સ્પર્ધકો હતા જેમાંથી કેટલાક ટીવી અને ફિલ્મક્ષેત્રે કામ કરતા કલાકાર પણ હતાં.આ બધા સ્પર્ધકોની વચ્ચે રાજન વ્યાસ સેકન્ડ રનર્સઅપ તરીકે વિજેતા જાહેર થતાં શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ યુવા કલાકારે અગાઉ યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિ વિભાગના કલા મહાકુંભ અને યુવા ઉત્સવમાં પ્રદેશકક્ષા સુધી ઇનામો મેળવ્યાં છે.ઉપરાંત હિંમતનગર,અમદાવાદ,વડોદરા,મુંબઈની વિવિધ સ્પર્ધાઓમાં પણ વિજેતા રહ્યો છે.અત્રે નોંધનીય છે કે આ પ્રતિભાશાળી કલાકાર હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર ભરત વ્યાસનો પુત્ર છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

832 views