
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes)
21/09/2020
કોરોના મહામારીના કારણે દેશ કે વિશ્વમાં દરેક પ્રકારના કામ,ધંધાઓ ઠપ થઈ જતા ધંધાર્થીઓ,કલાકારો,નાના વહેપારી તેમજ પ્રાઈવેટ નોકરી કરતા કર્મચારીઓ ઉદાસીન કે નિરાશા અનુભવતા હતા.ત્યારે લગભગ ઘણા લાંબા સમય બાદ દેશમાં નાના-મોટા ધંધાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે.આ જ રીતે લાંબા સમયથી રાહ જોતા કલાકારોને પણ હવે કામ કરવાની પરવાનગી મળતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પણ માતૃશ્રી મુવી ઇન્ટરનેશનલ પ્રોડકશન હાઉસ દ્વારા એક નાની એવી શોર્ટફિલ્મનુ ગઈ કાલે શહેરમા જ શુટિંગ કરવામાં આવ્યું.ફિલ્મનું નામ “આઇ હેટ સ્ટોરી” છે જેમાં,રાજન વ્યાસ,મેહુલ બારોટ,ડૉલી પંચાલ,નિકુંજ ત્રિવેદી,પ્રતિક સોની,ખુશ્બુ જેવાં કેટલાક કલાકારોનો અભિનય જોવા મળશે.

આ ફિલ્મના દિગ્દર્શક અને પ્રોડ્યુસર ભરત વ્યાસ છે,જેઓ ઘણા સમયથી ફિલ્મજગત સાથે સંકળાયેલા છે.તેમણે હિતુ કનોડિયાની મસ્તીખોર ઉપરાંત મારો પરિવાર,એક મેકના સથવારે,શ્રી કૃષ્ણા જોરદાર જેવાં હાસ્ય,સામાજીક,તેમજ પરિવારને મોટીવેટ કરતા કેટલાક નાટકો પ્રોડ્યુસ કર્યાં છે.પ્રોડ્યુસર ભરત વ્યાસ જણાવે છે કે આ શોર્ટફિલ્મના શુટિંગ કરતા અમારી ટીમ તેમજ મને પણ ખુબ મજા આવી,અમારી ટીમના સહકારથી સારી રીતે શુટ પૂર્ણ કર્યું આશા છે કે દર્શકોને આ ફિલ્મ જરૂર ગમશે અમે ઑક્ટોબર મહિનામાં ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છીએ