1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસે પોશીના ખાતે GRD સભ્યોને જાગૃતિ લાવવા માહિતગાર કર્યાં

રિપોર્ટ-નવજીભાઈ ડાભી(kotdatimes.com)
1/12/2020

આજે 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવતો દિવસ આજે HIV વિશે અલગ અલગ જગ્યાઓ પર લોકોને એઈડ્સ વિશે જાણકારી,જાગૃતિ તેમજ સાવચેતી રાખવા અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.ત્યારે અંતરિયાળ વિસ્તાર સાબરકાંઠાના પોશીના ખાતે પણ આજે જુના ગેસ્ટહાઉસમાં GRD પોશીના યુનિટ,દેલવાડા યુનિટ,અને કોટડા યુનિટના તમામ સભ્યોને જાતિરોગો અને HIV-એઈડ્સ અંગે જાગૃતિ આવે તે હેતુથી ગેપ સંસ્થાના લિંકવર્ડ દ્વારા માહિતી આપવામાં આવી હતી.અને સાથે કોવિડ-19 વિશે સોશીયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્કનો ઉપયોગ કરવા માહિતગાર કર્યાં.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

730 views