
રિપોર્ટ – વિનોદ કુમાર Kotdatimes.com
6/6/2021
કોરોના કાળ ની આ સમય અવધિ માં દરેક માણસ ની એક અલગ જ પરિસ્થિતિ નિર્મિત કરી છે. અને આવી પરિસ્થિતિ માં જે વ્યક્તિ પેહલા થી જ મુસીબત નો સામનો કરતો હોય તેનું તો કેહવુ જ શું ?લેખ વાચનાર દરેક માણસ ભલે આર્થિક સમસ્યા થી ઝૂઝતો ના હોય પણ જેને તકલીફ છે એજ જાણે છે કે તેને કેટલી તકલીફ થતી હશે.આવો આજે હું તમને લઈ જાઉં એક એવા ગામની મુલાકાતે જ્યાં રહે છે એક એવું પરિવાર જેના ઘરમાં એક દિવસ નું ભોજન પણ ઘણી મુશ્કેલી થી બને છે. મિત્રો હું તમને આજે અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા ના એક ગામ નાની પડુલી ની ઘટના બતાવું છું.
આ ગામ ના રહેવાસી રમણ ભાઈ ખુબજ ગરીબ છે તેમના ઘરમાં એક તેમની દિકરી માયા અને એક તેમનો છોકરો હિતેશ રહે છે.માયા ની માતા નું અવસાન કરીબ ૧૨ કે વર્ષ પહેલા થયું છે.માયા આઠમા ધોરણ માં ભણે છે ને હિતેશ છટામાં પણ લોકડાઉન હોવાથી નિશાળો હમણાં બંધ છે. માયા નું ભણવાનું ઘરનું કામ કરનાર કોઈ ના હોવાથી છૂટી ગયું છે. અને તેના પિતા કોઈક ના ઘરે કંઈક કામ મળે તો ત્યાં જઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.પરિસ્થિતિ અનુકૂળ ના હોવાના કારણે ઘણા બધા લોકો તેમને પોતાની દીકરી બીજા સમાજ માં આપવાની વાત પણ કરે છે.માયા આના માટે ત્યાર નથી હોતી.

જયારે આ વાત ની જાણ સમાજ ના આગેવાન અને સમાજ માટે વિચાર નાર લોકો ને પડે છે તો તે લોકો આ ઘરે જઈ તેમને બીજા સમાજ માં છોકરી ના લગ્ન કરવાની ના પાડે છે. આના વિષે વધારે ધ્યાન આપી અરવલ્લી જિલ્લા ના સામાજિક એકતા જાગૃકતા મિશન પ્રભારી શ્રી પ્રવિણ ભાઈ અસારી પોતે પડુલી ગામે જઈને આ પરિવાર ની સમગ્ર હકીકત જાણતા દીકરીના મહિના ના જીવનજરૂરી ચીજવસ્તુઓના ખર્ચ પેટે દર મહિને રૂપિયા 1000 અને દીકરીના લગ્ન કરવાની વય થાય અને આદિવાસી સમાજ માં લગ્ન કરે ત્યારે દીકરીના લગ્ન ના કરિયાવાર તેમજ સમગ્ર લગ્ન નો ખર્ચ પ્રવીણ ભાઈ અસારી સાહેબ ના શીરે લીધેલ છે જે એક ખૂબ અભિનંદન ને પાત્ર છે અને સાથે સાથે આપડા આદિવાસી સમાજ ના ભણેલા ગણેલા તેમજ નોકરી કરતા વ્યક્તિ ઓનાં સંતાનો બીજા સમાજ માં લગ્ન કરે છે અને આ ગરીબ દીકરીએ સમગ્ર આદિવાસી સમાજ નું ગૌરવ વધાર્યું છે.

કોટડા ટાઈમ્સ દ્વારા આપ સહુ લોકો ને નમ્ર નિવેદન છે કે આ પરિવાર ની જો આપ દ્વારા પણ મદદ કરવાની ઈચ્છા હોયે તો આપ જરૂર આ પરિવાર ની મદદ કરજો. પરિવાર ની મદદ કરવા આપ કોટડા ટાઈમ્સ ના સંપર્કઃ નંબર પર સંપર્ક કરી શકો છો.