2 ઑક્ટોબર નિમિતે દાંતાના તોરણીયા પ્રાથમિક શાળામાં હેન્ડવૉસ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes)
02/10/2020

આજે 2જી ઓક્ટોબર ગાંધીજયંતી દિવસ એ ભારતદેશ માટે સ્વચ્છતા દિવસ તરીકે ઓળખાય છે.ત્યારે હાલમાં ચાલી રહેલા કોરોના વૈશ્વિક મહામારીની ચેન તોડવા સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી જ રહ્યાં છે.ત્યારે 2 ઑક્ટોબર સ્વચ્છતા દિવસ અને ગાંધી જયંતીના દિવસના રોજ ગુજરાત મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત આંગણવાડીની બહેનો દ્વારા કિશોરીઓને બોલાવી અને હેન્ડવોશ કાર્યક્રમ યોજવો ત્યારે આજે દાંતા તાલુકાના તોરણીયા પ્રાથમિક શાળા સ્થળે ૩ ગામોની જેવા કે રાઘપુર,ગોઠડા, તોરણીયાની આંગણવાડી કાર્યકર બહેનોએ કિશોરીઓને બોલાવી રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં હેન્ડ વોશિંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.જેમાં ગ્રામ પંચાયત નવાવાસકાંઠના તલાટીશ્રી તેમજ તોરણીયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે દિપપ્રગટાવી,ગાંધીજીના ફોટાને હારમાળા અર્પણ કરી,ઉપસ્થિત મહેમાનોનુ ફુલહારથી સ્વાગત કરી તેમજ પ્રમાણપત્રો આપી કાર્યક્રમને પૂર્ણવિરામ આપ્યું હતું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

555 views