2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે કુંભારીયા પ્રાથમિક શાળામાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ-હરેશભાઈ રાઠોડ(kotdatimes)
02/10/2020

2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના વૈશ્વિક મહામારી આ મહામારી ની ચેન તોડવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે ત્યારે 2 ઓક્ટોબર સ્વચ્છતા દિવસના રોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત આંગણવાડીની બહેનો દ્વારા કિશોરીઓને બોલાવી અને હેન્ડવોશ કાર્યક્રમ યોજવો ત્યારે આજે કુંભારીયા પ્રાથમિક શાળામાં કુંભારીયા આંગણવાડીની બહેનો દ્વારા કુંભારીયાની કિશોરીઓને બોલાવી સ્વચ્છતા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭ અલગ-અલગ સ્ટેપ શીખવાડી અને પોતાના હાથને સ્વચ્છ રાખવા કિશોરીઓને માર્ગદર્શન અપાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓને આંગણવાડી દ્વારા હાજર રહેવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં કોરોના વૈશ્વિક મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ કોરોના મહામારીની ચેનને તોડવા સરકાર કોશિશમાં લાગી ગઈ છે.આ સાથે હેન્ડ વોશ કાર્યક્રમ યોજી અને કિશોરીઓ પોતે સ્વચ્છતા જાળવે અને આ વૈશ્વિક કોરોના મહામારીથી બચે એવી જાગૃતતા આજના કાર્યક્રમમાં લાવવા પ્રયત્નો કર્યા હતા.આ હેન્ડ વોશ કાર્યક્રમ પ્રાથમિક શાળામાં કરાયો હતો અને કુંભારીયા આંગણવાડીના સુપરવાઇઝર જાગૃતિબેન મહેતા સહિત આંગણવાડી બહેનો હાજર રહી હતી અને સરકારી ગાઈડલાઈન જેમ સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

757 views