
રિપોર્ટ-વિનોદ કુમાર(kotdatimes)
25/01/2021
આદિવાસી વિસ્તારની સૌથી મોટી ખેરોજ માં રાણા પુંજા ભીલ લાઇબ્રેરી ની સ્થાપના કરાઇ
રિપોર્ટ-વિનોદ કુમાર
25/01/2021
પોશીના ખેડબ્રહ્મા અને દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારની સૌથી મોટી લાઇબ્રેરી ની સ્થાપના ખેરોજ માં થઈ જેથી કોઈ અતિશયોક્તિ નહી થાય. કારણ કે ખેડબ્રહ્મા નું ખેરોજ એ પોશીના, દાંતા અને ખેડબ્રહ્મા માટે આ સ્થાન એકમાત્ર વચ્ચેનું(સેન્ટર) ગણી શકાય છે,જ્યાં કોઈ પણ કોલેજ અથવા અન્ય આદિવાસી વિસ્તારના છોકરા-છોકરીઓ આવીને પુસ્તકોનું વાંચન કરી શકે છે અને પુસ્તકોનો અભ્યાસ કરી શકે છે.આ પુસ્તકાલય હેતુ ગુજરાત સરકાર આવનાર તમામ નોકરીઓની ભરતીની તૈયારી માટે કરવામાં આવી છે. જેથી યોગ્ય અને પુરૂ માર્ગદર્શન મેળવી વિદ્યાર્થી પોતે સરકારી નોકરી અને સારૂ જીવન ઘડતર કરી શકે. અને આપણા આદિવાસી યુવાન સમાજનુ નામ રોશન કરે. જીવનમાં ચાલવાનું નામ જિંદગી છે પરંતુ જીવન માટે જરૂરી છે ” પૈસા ” અને અત્યારે પૈસાની અછત અને અભાવને કારણે ઘણા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડી દે છે કેટલાકનો અધુરો રહી જાય છે. તેનુ એકમાત્ર કારણ તે આ પણ કહી શકાય- યોગ્ય માર્ગદર્શન ન મળવુ કે કોચિંગનો અભાવ. આ ઉપરાંત પુસ્તકોની કિંમત પણ વધારે હોવાથી તે ખરીદી શકાતા નથી.

આદિવાસી વિસ્તાર પહેલાથી જ પછાત છે.જ્યાં દરેક વ્યક્તિ પોતાના માટે ઘણું મોંઘું પુસ્તક મેળવી શકે તે કંઈ રીતે શક્ય બને ! આવી બાબતો ને ધ્યાનમાં રાખી ખેરાજમાં સ્થાપિત આ પુસ્તકાલય(લાઇબ્રેરી) ખૂબ જ અંત્યત ઉપયોગી નિવડે અને આદિવાસી સમાજ માટે એક વરદાન સાબિત થશે. હવે આદિવાસી વિસ્તારના યુવાનો પણ આ સ્પર્ધાઓમાં પોતાની ભાગીદારી આપશે જ્યારે તેઓ અધિકારી કે કર્મચારી બનશે..આ પુસ્તકાલય માટે જે તમામ વ્યક્તિઓ સરપંચો,લોકપ્રતિનિધિઓ, નેતાઓ યુવાનો અને સામાજિક સંગઠનો અને સાથીઓ તેમજ ભાગીદારી કરનાર દરેક સહયોગી તમામ ને હાર્દિક વલણપૂર્વક કોટડાટાઇમ્સ દિલથી સલામ કરે છે.