કેવી રીતે બચાવીએ લાખો રૂપિયા-આવો જાણીયે કોટડાટાઇમ્સની સાથે – ખોલાવીએ પીપીએફ ઍકાઉન્ટ

લેખ-અલકા બુંબડિયા (Kotdatimes)
15/9/2020

પીપીએફ ખાતું (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) એ ભારત સરકાર દ્વારા આપણા નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવેલી એક બચત યોજના છે જે ત્રિપલ ઇ [EEE-Exempt (મુક્તિ) – Exempt (મુક્તિ) – Exempt (મુક્તિ)] કેટેગરીમાં મૂકવામાં આવે છે. એટલે કે આમાં ડિપોઝિટ કરેલા પૈસા પર શરૂઆતથી અંત સુધી ક્યારેય કોઈ ટેક્સ ભરવો પડશે નહીં તેવું સરકારે જાહેર કરેલ છે.પીપીએફ ખાતાની સ્થાપના ભારત સરકાર દ્વારા 1968 માં કરવામાં આવી હતી.ઉદ્દેશ એ હતો કે અસંગઠિત ક્ષેત્રમાં જે કર્મચારીઓને ઇપીએફ(EPF ) પેન્શન યોજના વગેરેની સુવિધા નથી તેમને પણ તેમના ભવિષ્ય માટે નાણાં બચાવવાની તક મળવી જોઈએ અને વધુમાં વધુ લોકોએ આ યોજના અપનાવવી જોઈએ.આ માટે સરકારે પી.પી.એફ ને તમામ પ્રકારના કરવેરાથી મુક્ત રાખી આ યોજના બનાવી છે.એટલું જ નહીં કાનૂની કલમ 80સી હેઠળ પીપીએફ થાપણો પર પણ ટેક્સ છૂટ આપવામાં આવી છે.વર્તમાન સમયમાં આ યોજના ખુબ લોકપ્રિય છે,જેને લોકો ટેક્સ બચત અને સારા વ્યાજ દરને કારણે અપનાવે છે.
પીપીએફને લગતી સૌથી સારી બાબત એ છે કે તે ભારત દેશનો કોઈપણ નાગરિક ખાતું ખોલાવી શકે છે.જેમ કે સર્વિસમેન,બિઝનેસમેન,ખેડુતો,મજૂરો જેવા દરેક નાગરિકો આ યોજના હેઠળ પોતાનું ખાતું ખોલી શકે છે.આ સાથે એક ફાયદો એ પણ છે કે અહીયાં કોઈ પણ વય પર પ્રતિબંધ રાખવામાં આવેલ નથી.બાળકો અને વડીલો પણ પીપીએફમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે.આ યોજનામાં,એનઆરઆઈ(NRI) એટલે કે અનિવાસી ભારતીય વ્યક્તિ ખાતું ખોલાવી શકતા નથી.પરંતુ જો ભારતના નાગરિક હોવાના સમયે પીપીએફ ખાતું ખોલાવેલ હોય તો તમે પીપીએફ મુદ્દત-15 વર્ષ પૂર્ણ ના થાય ત્યાં સુધી ખાતુ ચાલુ રાખી શકો છો .ખાતાના 15વર્ષ પૂરા થયા બાદ (એનઆરઆઈ) તરત જ આ ખાતામાંથી તમામ રકમ ઉપાડી શકો છો.જો તમે (એનઆરઆઈ) જમા રકમ નથી ઉપાડવા માંગતા તો તમારે બચત ખાતાના દરે વ્યાજ ચૂકવવું પડશે.
પીપીએફ યોજના સામાન્ય રીતે 15 વર્ષ માટે હોય છે.પરંતુ 15 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી તરત જ સમયગાળો 5 વર્ષ સુધી વધારી શકાય છે.એટલે કે તમારે સતત 15 વર્ષ સુધી દર મહિને પૈસા જમા કરાવવા પડશે.આ સમયગાળા દરમિયાન તમે સામાન્ય શરતો હેઠળ પૈસા ઉપાડી શકતા નથી પરંતુ નવા નિયમ પ્રમાણે જો તમને કોઈ મુશ્કેલી હોય અને પૈસા ઉપાડવા માંગતા હોય તો તમે 15 વર્ષ પહેલાં પૈસા ઉપાડી શકો છો,પરંતુ પીપીએફ એકાઉન્ટ-5 વર્ષ જૂનું થઈ ગયેલ હોય અને પૈસાની થાપણ 5 વર્ષના રૂપમાં પૂર્ણરીતે ભરપાઈ કરેલ હોય તો પાંચ વર્ષની થાપણ (ભરેલ જમા રકમ) રકમમાંથી ફક્ત 50% રકમ ઉપાડી શકાશે.અહીં લોંનની સુવિધા પણ ઉપલબ્ધ છે તમે પીપીએફ ખાતા પર લોન લઈ શકો છો,પરંતુ બે વર્ષ પૂર્ણ કર્યા પછી ત્રીજા વર્ષથી 6 વર્ષ સુધી લઈ શકાય તેના પહેલાં અથવા પછી તમે લોન લઈ શકતા નથી.ગ્રાહક જમા રકમ હોય તેમાંથી 25% સુધી લૉન 1% વ્યાજદર પર લઈ શકાય છે-લેવામાં આવેલ લૉનની 36 મહિના (3 વર્ષ) માં ભરપાઈ કરવી પડશે.પહેલાં પીપીએફ એકાઉન્ટ 15 વર્ષ સુધી બંધ કરી શકાતા ન હતા.પરંતુ આ વર્ષથી નવા નિયમો મુજબ તેને બંધ પણ કરી શકાય છે.જે કોઈ પણ વ્યક્તિ જીવલેણ બીમારીથી પીડિત હોય,રહેઠાણની જગ્યા બદલી હોય,અને ઉચ્ચ શિક્ષણ માટે બંધ કરવા માંગતા હોય તો બંધ કરી શકાય છે.પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા પછી ગ્રાહક ખાતું બંધ કરી શકે છે.જેમાં જમા રકમમાંથી 1% ઘટાડો થશે.
એક વર્ષના તબક્કામાં પીપીએફ ખાતામાં રૂપિયા 500 થી 150000/- સુધીની રકમ જમા કરાવી શકાય છે. રોકડ-ચેક અને ઓનલાઇન પેમેન્ટ પણ ઉપલબ્ધ છે.તમે વર્ષમાં ગમે તેટલી વખત ડિપોઝિટ ભરી શકો છો.અહીંયાં સરકાર ડિપોઝિટ પર ગ્રાહકને 7.9% વ્યાજ ચુકવે છે -દર ત્રણ મહિને આ વ્યાજ દર નિશ્ચિત થાય છે,પરંતુ તમારા ખાતામાં વ્યાજ ફક્ત વર્ષના અંતે એટલે કે 31મી માર્ચના રોજ બધા મહિનાની ગણતરી કરી વ્યાજ તરત જ એક સાથે ગ્રાહકના ખાતામાં જમા રકમ સાથે ઉમેરવામાં આવે છે.જો તમે તારીખ 1 થી 5 સુધી ડિપોઝિટ જમા કરો છો તો તમને મહત્તમ વ્યાજ મળે છે.તેથી મહત્તમ લાભ મેળવવા માટે મહિનાની 1 થી 5 તારીખ વચ્ચે જમા કરવાની સલાહ આપવામાં આવે છે.પોસ્ટ ઑફિસ તેમજ કોઇપણ બેંકમાં પીપીએફ ખાતું ખોલી શકાશે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,038 views