દંત્રાલ-કાલીદેવી ગામના બાળકોની વર્તમાન પરિસ્થિતીની વેદના-કિરણભાઇ ડાભીના શબ્દો દ્વારા

લેખ-કિરણભાઇ ડાભી
19/09/2020(Kotdatimes)

આજનાં વર્તમાન સમયમાં “કોરોનાં મહામારી” ને લીધે દેશની શાળા-કોલેજો લગભગ છેલ્લા સાતેક મહીનાથી સતત બંધ હાલતમાં છે.આવી વિપરિત પરિસ્થિતીમાં બાળકો અને તેમનાં મા-બાપ બહું ચિંતીત છે.આવાં સમયમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું કે બાળકો ઘરે બેઠાં મોબાઈલ દ્વારા,કમ્પ્યુટર દ્વારા,ટેલિવિઝન દ્વારા ઓનલાઈન અભ્યાસ કરી શકશે, ઉપરાંત પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે.પરંતુ અહિંયા પ્રશ્ન ખુબ મોટો એ છે કે ગામડાંઓમાં આવાં બધાના ઘરમાં ટેક્નોલોજીકલ સાધનો જ નથી.મા-બાપ ખેતી કામ કરીને માંડ ઘરની રોજીરોટી પૂરી કરતાં હોય છે.હા કદાચ ભાગ્યે જ કોઇક લોકો જોડે સ્માર્ટ ફૉન હશે.પણ એક મોબાઈલથી બધાં કેવી રીતે અભ્યાસ કરી શકે.દશથી પંદર ઘર વચ્ચે માત્ર એક ટી.વી.પણ ઉપલબ્ધ નથી હોતી અને કોમ્પ્યૂટર કે લેપટોપ તો કોશો દુરની વાત છે.આ’કડવી’વાસ્તવિકતા છે.અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામના બાળકો તેમજ મા-બાપ સરકાર સામે વિનંતી કરે છે કે,પહેલાં દરેક ગામનું અને ઘરનું ” સર્વે ” કરો કેટલા ઘરે ટી.વી.અથવા તો અન્ય અભ્યાસ માટે ઉપયોગી નિવડે તેવા કોઈ અન્ય સાધન છે કે કેમ ? પછી ઓનલાઇન શિક્ષણ અભિયાન અપનાવો.

ગામના કિરણભાઇ ડાભી જણાવે છે કે ખરેખર બહું દુ:ખ સાથે કહેવું પડે છે,બાળકોને ભણવાં માટે ઘરમાં કોઈ અલગ રૂમ પણ નથી કે ગામમાં કોઈ લાઈબ્રેરી પણ નથી જ્યાં વિદ્યાર્થીઓ શાંત પૂર્વક અભ્યાસ કરી શકે.અને કદાચ શહેરોમાં તો આર્થિક સ્થિતિ ખુબ સારી અને શિક્ષિત હોવાથી શહેરીજનો પોતાના બાળકોને ટ્યુશન ક્લાસ દ્વારા પણ શિક્ષણ અપાવી શકે છે.ઉપરાંત બાળકોના મોબાઈલ તેમજ ટેક્નોલોજીકલ સાધનોના વળગણથી પણ બાળકોનાં આંખને ખૂબ મોટું નુકશાન થાય છે.સાથે આવનાર સમયમાં આખોની દ્રષ્ટિમાં ખામી થઈ શકે આ સૌથી મોટી સમસ્યાં ઉભી થાય તેવી પરિસ્થિતિ છે.

સ્કૂલના શિક્ષકો પણ બાળકો માટે ઓનલાઈન પેપરો,વિડિયો અવાર-નવાર મોકલતાં રહે છે. છોકરાંઓ પણ મા-બાપને જિદ કરે છે કે અમે મોબાઈલ વગર કેવી રીતે ભણીએ પણ બિચારા મા-બાપ આટલાં મોઘાં સાધનો કેવી રીતે ખરીદી શકે.સરકારને ગામનાં બધા લોકો વિનંતી કરે છે કે જેમ બને તેમ શાળાઓ ખોલવાનો યોગ્ય નિર્ણય લેવામા આવે અથવા ગામમાં જ કોઇ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જેથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ચકનાચૂર ના થઈ જાય.કારણ કે ગામડાનું જીવન બધા જાણે જ છે કે બાળકો ઘરે રહીને કોઈ બકરા,ગાયો ભેંસો ચરાવવાં જાય છે,તો કોઈ ખેતરમાં કપાસમાં પ્લોટનું કામ કરે છે.

ખરેખર “બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે.”અને જો તેમની આવી જ સ્થિત રહેશે તો આપણો દેશ બરબાદ થઈ જશે. બાળકોની જિંદગી એળે નહી જાય તેના માટે સરકારને કોઇ ઉકેલ લાવવાના પ્રયાસો કરવાં જ પડશે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,316 views