
રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes.com)
08/10/2020
દાંતા તાલુકાના ભાણપુર ગામમાં થ્રી ફેઝ ની લાઈનો બની લીલીછમ ત્યારે આ અંગે માકણચંપા સબસ્ટેશન ના હેલ્પરો દ્વારા કેમ લાઇનની કોઇ તપાસ કે વિઝીટ કરાતી નથી.જ્યારે ભાણપુર ગામના તમામ ખેડૂતોને એક જ DP પર બાર જેટલા કનેક્શન જોઇન્ટ કરેલા છે.તેવામાં કુવાઓ અને બોરના ખેડૂતોને પૂરતો પાવર ન મળતા 300 પાવરના લોડ પર મોટરો ચાલી રહી છે.પાવર ઓછો મળતા પુરતા પ્રમાણમાં મોટરો પાણી નથી બહાર કાઢી રહી ત્યારે વારંવાર અરજીઓ કરવામાં આવી હોવા છતાં પણ વીજકંપની કે સબસ્ટેશન દ્વારા અત્યાર સુધી કોઈપણ જાતની તપાસ કરવામાં આવી નથી.

આવી કફોડી હાલત ખેડૂતોને કેટલા દિવસ ભોગવવી પડશે તેની કોઇ મુદ્દત ચોક્કસપણે કહી નહી શકાય.ઉપરાંત ડીપી પણ ઝુલતી હાલતમાં જોવા મળી હતી ત્યારે કોઈની જાનહાની કે ઇજાઓ થાય તેવી શક્યતા પણ છે કદાચ ઓચિંતી આવી ઘટના ઘટી જાય ત્યારે કોને જવાબદાર ગણવા.આવી અનૈતિક હાલાતો સાથે વીજ લાઇનનુ જોખમ ભારે પડી શકે તેમ છતાં વીજકંપની કે UGVCL વિદ્યુતબોર્ડ તંત્ર પોતાનુ કાર્ય યોગ્ય રીતે નિભાવી નથી રહ્યું.હવે જોવુ રહ્યું કે UGVCL ટીમ આવીને આ પ્રશ્નનો કોઇ હલ કે તપાસ કરશે કે કેમ?