
રિપોર્ટ-પ્રકાશ ડામોર(5/5/2022) Kotdatimes.com
દાંતા તાલુકાના હડાદ ગામે જૂની અરવલ્લી માધ્યમિક શાળા પાસે ડીલવરી કરેલું મૃત હાલતમાં નવજાત શિશુ બાળક મળી આવતાં હડાદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે હડાદ પોલીસને જાહેરાત આપતા હડાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી સમગ્ર ઘટના બાબતે આ કઈ માતાએ આવું કૃત્ય કર્યું હશે તેમ કહીને ગુનો નોંધીને હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં મૃતદેહ બાળકને પી.એમ રિપોર્ટ કરવા માટે હડાદ સરકારી દવાખાનુ પી.એચ સી સેન્ટર પર રાખવામાં આવ્યું છે. હડાદના ગામ લોકોના મુખે ચર્ચાઓ થઈ રહી છે. કે કઈ એવી માતા હશે કે 9 મહિના સુધી બાળકને પેટમાં રાખી ને તેને ફેંકી માર્યું તે પ્રમાણેના અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. અને આવી માતાને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું હતું.