
રિપોર્ટ- નવજીભાઈ ડાભી( kotdatimes)
16/12/2020
આજે પોશીના તાલુકાના ખંઢોરા ગામે રમેશભાઈ.બી.અંગારી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં ગામના કુલ 70 જેટલા આગેવાનોની હાજરીમાં સમાજના કુરિવાજો(બિનજરૂરી) ખર્ચાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વાત કરવામાં આવે તો આદિવાસી સમાજમાં કેટલાક જુના તથા કુરિવાજો પેઢીઓથી ચાલતા આવ્યા છે ત્યારે સમાજલક્ષી યોગ્ય મિટિંગ રાખી ખંઢોરા ગ્રામજનો દ્વારા કેટલાક કુરિવાજોને દૂર કરવાનો નિર્ણય લઈ સમાજને વધારાના થતા ખર્ચાઓથી બચાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે યોજાયેલ બેઠકમાં બારમું,લોકચારમાં(લોકાઇમાં) જમાઇએ ફક્ત બે રૂમાલ લાવવા જેમાંથી એક રૂમાલ ઝાઝમ અને બીજો મુંડન કરેલ વ્યક્તિના માથે બંધાવવો આ સિવાય કોઇએ વધારાના રૂમાલ લાવવા નહી.અને વિધવા બહેન માટે ફક્ત પોતાના ભાઈ કે પિયર દ્વારા સાડી ઓઢાડી શકાશે તેવા કડડ નિયમો સાથે બેઠક યોજાઇ હતી.આ ઉપરાંત જો કોઇ ફેરફાર કરેલ નિયમનો ભંગ કરતાં જણાશે તો તેની સામે રૂપિયા પાંચ હજાર(રૂ-5000/) નો દંડ વસૂલ કરવામાં આવશે તેવા ગ્રામજનો અને આગેવાનો દ્વારા સામુહિક રીતે મળી નિર્ણય લેવામાં આવ્યો હતો.આ બેઠકનું આયોજન અમરતભાઈ અંગારી માજી.સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું .