
રિપોર્ટ-અલકા બુંબડિયા( kotdatimes.com)
07/10/2020
આબુરોડ,
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાર નરાધમોએ એક વાલ્મિકી સમાજની યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય હોવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે વાલ્મિકી સમાજ સહિત સમગ્ર ભારતમાં રોષ ભભૂકી ઉઠયો છે અને ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે ઠેર ઠેર કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે અને ક્યાંક યુપી સરકારનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ને અડીને આવેલ રાજસ્થાનના આબુરોડ ખાતે પણ આ ઘટનામાં નિધન પામેલ મનીષા વાલ્મીકિ ની આત્માને શાંતિ મળે તે હેતુથી બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અને ઉત્તર પ્રદેશ સરકાર આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ફાંસી આપે તેવી માંગ પણ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જયંતિ મારૂ , સુનેના સિંહ પરમાર, રાજ લાઠી, સંતોષ કુમારી, રાજેશ ધવલેશા, સમસાદ અલી, નવીન સાખલા, તોલારામ, વિકાસ, મનીષ સિંદલ, સંજય પરમાર, જગદીશ મેઘવાલ ,શુભમ, નિર્મલ,અરુણ, વિકાસ સિંહ, સંજય પરિહાર, પિયુષ ગોયલ, સાહિલ ખાન ,ભગવાન દાસ, નરેશ કુમાર, નિખિલ ,રાજુ, મેહુલ ચૌહાણ, સુદર્શન ગહેલોત, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીને સરકાર ફાંસી આપે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી હતી.