અહેવાલ દિનેશ ગમાર પોશીના, સાબરકાંઠા
પોશીના તાલુકાના આબામહુડા ગામે આવેલી સસ્તા ભાવની PDS દુકાન, જેનો સંચાલન પરમાર હીરાભાઈ કરે છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓના આરોપો સામે આવી રહ્યા છે. આંબામહુડા, કાજાવાસ, લાખિયા,નાની સોનગઢ,ગામોના રાશનકાર્ડધારકોને ઘરેલું રાશનની મળતર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ દુકાનદાર દ્વારા દારૂના નશો હેઠળ દુકાન ખોલવામાં આવે છે. અથવા ઘણી વાર દુકાન બંધ જ રહે છે. જેના કારણે રાશન મેળવવા મહિલાઓ, વૃદ્ધો અને ગરીબ પરિવારોને અનેક વખત ખાલી હાથે પાછા ફરવું પડે છે, જેના લીધે લોકોને ભારે નારાજગી છે.

ગ્રામજનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે: PDS દુકાન સમયસર અને નિયમિત ચાલુ રહે.દારૂના નશામાં ફરજ બજાવનાર દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.પોશીના તાલુકા પંચાયતમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે.જનતા હક્કનો રાશન કોઈપણ પરિસ્થિતિમાં બંધ ન થવો જોઈએ.
