આજે 2 જુલાઇ વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે

ગ્રાઉન્ડની ધૂળથી પેજ-1 સુધી” એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ “પેનની બાઉન્ડ્રી પાર કરી”રમતથી reporting સુધીની સફર શેર કરતો હોય છે

“.

દર વર્ષે 2 જુલાઈના રોજ, વિશ્વ રમતગમત પત્રકાર દિવસ તરીકે ઉજવાય છે. આ ખાસ દિવસ વૈશ્વિક સ્તરે રમતગમત પત્રકારોના પ્રયત્નો અને સમર્પણને માન આપવા માટે સમર્પિત છે. દરેક મેચમાં જ્યારે ખેલાડીઓ મેદાનમાં ધબકતા હોય છે, ત્યારે કેમેરાની પીઠ પાછળ, પેનના પોઇન્ટ પર, અને માઇક્રોફોનની ઓછી અવાજમાં પણ એક યુદ્ધ ચાલતું હોય છે – એ યુદ્ધ હોય છે અનુભવને શબ્દોમાં ફેરવવાનું, ક્ષણોને કેડીમાં કેદ કરવાનું અને રમતને જનજાગૃતિ સુધી લાવવાનું. આજનો દિવસે, એટલે કે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે (World Sports Journalists Day) નિમિત્તે એવા તમામ પત્રકારો, કમેન્ટેટરો અને ફોટોગ્રાફરોને માન આપવાનો છે જેઓ રમતને દર્શકના આંખે જીવતી રાખે છે.

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ આપણને રમતગમતની ઝડપી અને સૌથી સચોટ માહિતી પ્રદાન કરે છે, જે વૈશ્વિક રમતગમત સંસ્કૃતિના વિકાસ અને પ્રોત્સાહનમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

રમતગમત પત્રકાર એ માત્ર સ્કોરકાર્ડ નથી કહેતા, તેઓ સમય, સંજોગ અને સંઘર્ષની કહાનીઓ કહે છે. તેઓ એ વ્યક્તિઓ છે જેમણે ક્યારેય મેદાનમાં પગ ન મૂક્યો હોય, પણ રમતની પળ પળનો ઘાટ સૌપ્રથમ તમારી આંખો આગળ લાવતા  હોય છે.ચાહે તે ઓલિમ્પિક્સ હોય કે સ્થાનિક કબડ્ડી ટુર્નામેન્ટ – દરેક રમતમાં સ્પોર્ટ્સ પત્રકારનો પડછાયો હોય છે.

2 જુલાઇ વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે ના  ઇતિહાસમાં ઝાંખી કરીએ તો 2 જુલાઈ ની તારીખ 1924માં પહેલીવાર ઉજવાઈ હતી જ્યારે International Sports Press Association (AIPS) ની સ્થાપના થઈ હતી.આ સંસ્થા વિશ્વભરના રમતગમત પત્રકારોની વાણી છે – જેનો ઉદ્દેશ છે કે ખેલ વિષયક પત્રકારત્વને નૈતિક, અભ્યાસૂક અને માહિતીપ્રદ દિશામાં આગળ વધારવું.ભારતમાં રમતગમત પત્રકારત્વનો મુખ્ય આધાર લાંબા સમય સુધી ક્રિકેટ રહ્યો છે. પરંતુ હવે સમય બદલાયો છે. હવે હોકી, બેડમિન્ટન, ટેનિસ, પેરાસ્પોર્ટ્સ, એશિયાઈ રમતો અને લોકલ રમતો પર પણ ધ્યાન જવાનું શરૂ થયું છે – અને એનું શ્રેય સ્પોર્ટ્સ પત્રકારોને જ જાય છે.સ્પોર્ટ્સ પત્રકાર માટે પડકાર ઓછા નથી. તેમને રમત દરમિયાન તરત અપડેટ આપવાનો દબાણ,સમય અને સ્થળની મર્યાદા,તકનીકી શક્તિઓની સ્પર્ધા,ખેલાડીઓની નજદીકથી વાતચીત કરતાં વાસ્તવિક માહિતી મેળવવી તો બીજી તરફ છે અનોખો સંતોષ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *