ખેડબ્રહ્મા ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી


JUN 05 2025

સાબરકાંઠા જિલ્લામાં નાના અંબાજી ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવીને લોકોના કલ્યાણ અને કુશલ મંગળની પ્રાર્થના કરી હતી.

આ સાથે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ખેડબ્રહ્મા ખાતેના બ્રહ્મા મંદિરના દર્શન કરી મંદિરની નજીક આવેલ વાવના ઇતિહાસ વિષે સ્થાનિક લોકો પાસે માહિતી મેળવી હતી. સાથે જ આ પાવન અને ભક્તિમય વાતાવરણમાં શાંતિની અનુભૂતિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *