પોશીના મા બસ સ્ટેશનના આભવ થી યાત્રી ઓ ત્રાસ
રિપોર્ટ -દિનેશ ગમાર, પોશીના
સાબરકાંઠા જિલ્લા માં આવેલા પોશીના તાલુકા બન્યો છતાં હજી વિકાસ થી દૂર છે. છેલ્લા કેટલા ક વર્ષોથી પોશીના તાલુકામાં બસ સ્ટેશનના અભાવે લોકો તેમજ વિદ્યાર્થીઓ ને મુસાફરી કરવી મુશ્કેલી બની છે.

આ વિસ્તાર માં મોટાભાગ ની વસ્તી આદિવાસી છે. અહીંના રહીશો ને બસ ની સુવિધા ના મળતા તેઓ ખાનગી વાહનો માં વધુ ભાડુ ખર્ચી જવા મજબુર બન્યા છે. જો કે, તહેવારો ની સીઝન આવતા જ ખાનગી વાહનો મન ફાવે તેમ ભાડુ વધારી ઉઘાડી લૂંટ કરતા હોય છે.જેથી આ વિસ્તાર માં બસ સ્ટેશન ની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે.

જો કે, આ વિસ્તાર ના રહીશો નું કહેવું છે કે, રાત્રી દરમિયાન જો કોઈ બીમાર વેકતીને અથવા પ્રસૂતી મહિલા ને લઇને જવી હોય ત્યરે ખાનગી વાહનો માં જ લઇને જવા મજબુર બનવુંપડે છે. આથી સ્થાનિક વહીવટીતત્ર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) આ મુદ્દે ધય્ન આપશે કે એ જોવાનું રહ્યું..
