9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિન ઉજવણી આયોજન ચર્ચા માટે ઉત્તર ગુજરાત આદિવાસી પરિવાર ની બેઠક મળી

રિપોર્ટ- દિનેશ ગમાર, પોશીના

આજ 14 જૂન, શનિવાર ના રોજ પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્ર ના આદિવાસી પવિત્ર સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠક ના અંતે સર્વાનુમતે નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તેમજ બનાસકાંઠા ના દાંતા તાલુકા ના હડાદ ખાતે 9 ઓગસ્ટે સવારે 8 ક. થી બપોર ના 12 ક. સુધી ઉજવણી કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ દરેક તાલુકામાથી રેલી સ્વરૂપે નક્કી થયા મુજબ ના સમાપન સ્થાને બપોર ના 1.30 કલાકે વિશાળ સંખ્યામાં ભેગા મળી ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે

સમાપન સ્થાન આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે

સમાપન કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા માટે સમસ્ત આદિવાસી સમુદાય સહિત એસ.સી./ઓબીસી/ માઈનોરીટી સમાજ ને પણ આમંત્રણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *